Party Hard on this New Year Eve with Awesome Looks & Safety!

0
47

આ અત્યારનો જમાનો અને અત્યારનાં લોકો! અને એમાં ખાસ વાત તો સુરતીઓની! સુરતનાં લોકોને તો બસ પાર્ટી કરવા એક બહાનું જોઈએ કે ક્યારે એ લોકો ઘરે થી બહાર નીકળે અને કોઈ પાર્ટીની મજા માણે. તેમાં જયારે 31મી ડિસેમ્બરની વાત આવે એટલે તો સુરતીઓનાં મિજાજ જ બદલાઈ જાય છે. સુરતનાં લોકો એટલે ખુશમિજાજનાં અને ખાવા-પીવાનાં શોખીન!
31મી ડિસેમ્બરની રાતે ઠેર-ઠેર પાર્ટીઓનું આયોજન થાય છે. લોકો ક્લબમાં અને મોલમાં મજા માણવા જાય છે. ખાસ કરીને સુરતનાં લોકો કોઈ મહેફિલની મજા માણવાનું કઈ રીતે ચુકી શકે ? તેઓ પોતાના ઘરની અગાસી પર સાઉન્ડ સિસ્ટમ ચાલુ કરીને પણ પાર્ટીની મજા માણે છે. પણ અત્યારનાં યુવાન-યુવતીઓ પોતાના કોલેજનાં ગ્રુપ સાથે બહાર ફરવા જાય છે અને ક્લબમાં ડાન્સ પાર્ટીની મજા માણવા જાય છે. અમુક છોકરીઓ વેસ્ટર્ન કપડાં પહેરીને પાર્ટીમાં જાય તો એવા સંજોગોમાં છોકરીઓની છેડતી ન થાય એ માટે આપણે સાવચેતી રાખવી જોઈએ.
જો છોકરીઓ કોઈ પણ જગ્યાએ પાર્ટી કરવા જાય અને તેમને કોઈ પણ મુશ્કેલી જણાય તો તેઓ તરત જ પોલીસને મદદ માટે બોલાવી શકે છે. 31મી ડિસેમ્બર જેવા ખાસ દિવસે પોલિસ આપણી સુરક્ષા માટે દરેક વિસ્તારમાં કાર્યરત હોય છે અને માતા-પિતા પોતાના બાળકોનું ધ્યાન રાખે કે તેઓ ક્યાં, કોની સાથે અને કેવા કપડાં પહેરીને જાય છે. તેથી છોકરીઓની સુરક્ષા જળવાઈ રહે અને તેઓ સારી રીતે પાર્ટીની મજા પણ માણી શકે.

આ તો થઈ સુરક્ષાની વાત, હવે કરીએ થોડી ફનની વાત!
છોકરાઓ પાસે તો કપડાં માટે કોઈ ખાસ ચોઈસ હોતી નથી, તેઓ ફક્ત જિન્સ સાથે શર્ટ કે ટી -શર્ટ અને કોટ પહેરી શકે પણ છોકરીઓ પાસે ગમે તેટલા કપડાં હોય એમને તો ઓછા જ પડે! તેમની બસ એક જ ફરિયાદ હોય કે મારી પાસે કપડાં જ નથી! દર વખતે તેઓ કંઈક નવું પહેરવાની ઈચ્છા રાખતા હોય છે અને ખાસ કરીને કોઈ પાર્ટીમાં જવાનું હોય તો ભારે કપડાં પહેરવા જોઈએ. તો ચાલો કંઈક વિચારીયે કે 31મી ડિસેમ્બરે આ વર્ષે શું પહેરી શકાય!
આપણે એવા કપડાં પહેરીયે કે જેથી ફેશનની ફેશન રહે અને પાર્ટી પણ સારી રીતે માણી શકાય. જેવાં કે,
• જિન્સ અને કોલરવાળું ક્રોપ ટોપ એક આકર્ષક દેખાવ આપી શકે છે.
• વેલ્વેટવાળું ફ્રોક પહેરી શકાય. તેમાં પણ ભૂરા અને કાળા રંગનું વેલ્વેટનું ફ્રોક અને તેની સાથે સિલ્વર રંગનો બેલ્ટ વધારે આકર્ષક લૂક આપી શકે.
• જમ્પસુટ સાથે પાતળો બેલ્ટ પેહરી શકાય.
• શ્રગ સાથે ફ્રોક પહેરી શકાય.
અંતે, કહેવાનો સાર એટલો જ છે કે આપણે કોઈ પણ પ્રકારનાં કપડાં પહેરીયે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખીયે કે એ કપડાં વ્યવસ્થિત હોય. આ કપડામાં સલામતી અને સુરક્ષાની સાથે છોકરીઓ પોતાને એક સારો લૂક આપી શકશે.
આપણી સુરક્ષા એ આપણી ફરજ છે, તો આપણે જ એના પ્રત્યે સાવચેતી રાખવી જોઈએ. તો ચાલો, સાથે મળીને આ 31મી ડિસેમ્બર પૂરી સલામતીથી ઉજવીએ અને નવા વર્ષનું આનંદ અને ઉલ્લાસથી સ્વાગત કરીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here