Home Her Selection Run Varachha – Run For A Healthy Heart.

Run Varachha – Run For A Healthy Heart.

205
0


ઉફ્ફ્ફ! આ ઠંડી તો કે મારુ કામ! પણ સવારે રજાઈમાંથી બહાર નીકળવાનું મન થાય તો કસરત કરી શકાય ને!

પણ આપણે સુરતી અને ખુશમિજાજ! ચા ની સાથે ખમણ કે લોચો ના મળે તો એ સવાર કેવી!

આજની સ્ત્રીઓની વાત કરીએ તો એ ગૃહિણી હોઈ કે વર્કીંગ વુમન, એકને પરિવાર અને ઘરને સાચવવામાંથી અને બીજાને ઘર અને જોબ બંનેની વચ્ચે સંતુલન જાળવવામાંથી ફૂરસદ મળતી નથી. અને વિકેન્ડ આવે એટલે થોડીક હળવી ક્ષણો માણવા આપણે બહારનું જંક ફૂડ પસંદ કરી લેતા હોઈએ છીએ કે પછી આ લગ્ન સીઝનમાં જમણવારની વાત હોઈ, આપણે સ્વાસ્થ્યની અવગણના કરીને મીઠાઈ અને ફરસાણ આરોગી લેતા હોઈએ છીએ.

પણ શું બીજા દિવસે આપણે કસરત કરવા માટે ઉઠી શકીએ છીએ? દોડવાનાં ઘણા-બધા ફાયદા છે. તેનાથી ઘણા-બધા રોગો દૂર થાય છે.

હૃદયની બીમારીથી બચી શકાય છે. તેમજ શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે.સવારે જલદી ઊઠીને ચાલવા જવું, દોડવા જવું, યોગા કરવું , કસરત કરવી ખૂબ જ જરૂરી છે.

જેનાથી આપણા તન અને મનની તંદુરસ્તી જાળવાઈ રહે છે. આ ઉપરાંત તે એકાગ્રતા વધારવામાં પણ ઉપયોગી છે. શિયાળાની ઋતુમાં વસાણાની સાથે સાથે ફક્ત 1 કલાકની નિયમિત કસરત જરૂરી છે.

દરરોજ 20 -30 મિનિટનું વોક તો કરવું જ જોઈએ. આજકાલના લોકો આવી સોશિયલ વેલફેર એકટીવીટીમાં ભાગ લઈ રહ્યા છે અને આવી ઇવેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે જેથી તેઓ પોતાની તંદુરસ્તી માટે પણ એક વખત સમય કાઢી શકે.

આજનાં  આ હેક્ટીકટ સમયમાં સ્ત્રીઓ પોતાના આરોગ્યને લઈને બેદરકાર હોઈ છે. પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ બેલેન્સ રાખવાના સ્ટ્રેસમાં પોતાને લાગુ પડતી દરેક વસ્તુને નજર અંદાજ કરતી હોઈ છે. આ જ હેતુથી જ હવે ફક્ત સ્ત્રીઓ માટે મેરેથોન દોડનું આયોજન કરાયું છે. જેને તેઓએ  નામ આપ્યું છે. જેમાં સ્ત્રીઓ તેમની બધી ચિંતા મુશ્કેલી દૂર કરીને સાથે મળીને દોડી શકાશે.

દરેક સ્ત્રી પોતાના સ્વાસ્થ્યને લઈને સજાગ બને તે હેતુથી “She The Power” એ પણ  સાથે જોડાઈને સુરતની દરેક મહિલાઓને આ દોડમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરે છે.

તો ચાલો, આ ગુલાબી ઠંડીમાં સાથે મળીને દોડીએ અને આપણી તંદુરસ્તી જાળવી રાખીએ જેથી આપણું જીવન વધુ લાંબુ અને સારું બની શકે અને બીજાને ઉપયોગી બની શકીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here